Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકામાં વાહન ચોરોના વધતા આતંકથી વાહન માલિકો ચિંતિત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહન ચોરો સક્રિય થયા હોય એમ તાજેતરમાં કેટલાક સ્થળોએ વાહનચોરીની ઘટનાઓ બનતી દેખાઇ રહી છે.

મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે રહેતા કાલિદાસ ઝવેરભાઈ વસાવા ગતરોજ તેમની પુત્રવધૂની ખબર લેવા માટે ઝઘડિયા સેવારૂરલ દવાખાના ખાતે આવ્યા હતા. તેમણે તેમની બાઈક ટાવર રોડ પર હાઇસ્કૂલની સામે પાર્ક કરીને હોસ્પિટલમાં ગયા હતા. તેઓ હોસ્પિટલમાંથી અડધો કલાક બાદ પરત આવતાં તેમની પાર્ક કરેલી જગ્યાએ બાઇક હતી નહીં. આજુબાજુમાં તપાસ કરતાં તેમની બાઇક મળી ન હતી, તેથી તેમણે ઝઘડિયા પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ તાલુકામાંથી બે ઇકો કારની ઉઠાંતરી થયાના ચોવીસ કલાક દરમિયાન જ આ બાઇક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા જનતા ચિંતિત બની છે. પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવીને વાહનચોરોને ઝડપી લે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોરવા(હડફ) ખાતે સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

પંચમહાલ : જળ સંચય અભિયાન હેઠળ જળ સંગ્રહના ૧૩૮૨ કામો પૈકી ૭૫૪ કામો પૂર્ણ : ૬૪૮ કામો પ્રગતિમાં

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!