Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ફોઈના જ દીકરાએ પૈસાની લેતી-દેતી અંગે સગીરા પર દુષ્કર્મ આચર્યું.

Share

ભરૂચમાં ભાઈએ બહેનનો વિશ્વાસ તોડીને બહેન પર દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. પૈસાની લેતીદેતી બાબતે ફોઈના જ છોકરાએ મહિલાને હોટલ પર બોલાવી અને અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચ્યું હતું જે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ફરિયાદી મહિલાના પતિ આફ્રિકા રહે છે અને પરત આવીને પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા જેથી ફરિયાદી મહિલાએ પોતાના ફોઈના દીકરા ઈબ્રાહીમ પટેલને આ અંગે વાતચીત કરી હતી જેથી સ્કીમ રૂપે ઇબ્રાહિમ પટેલે જમીન મકાન ધંધામાં સારા પૈસા મેળવી શકાશેની લાલચ આપી હતી જે બાદ ફરિયાદી મહિલાએ ચાર લાખ જેટલા રૂપિયા ઈબ્રાહીમને આપ્યા હતા.

Advertisement

ઘણા સમય બાદ કોઈ પણ પ્રકારનો નફો ન મળતા ફરિયાદી મહિલાએ ઈબ્રાહીમ પાસે પૈસા પરત માંગતા પૈસા આપવાના બહાને મહિલાએ એસ.ટી બસ ડેપો સામે આવેલ હોટલ આરાધનામાં બોલાવી અને તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને શોધવાની કામગીરી હાથ ધરેલ હતી અને આરોપી ઈબ્રાહીમ પટેલને જંબુસર ખાતેથી દબોચવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લામાં ૧૫૦ મી ગાંધી જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ સ્થાનો ઉપર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો પણ યોજાયા હતા….

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

શહેરા તાલુકામા સરકારી વિજ્ઞાનપ્રવાહની કોલેજ શરુ કરવા  વિદ્યાર્થીઓની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!