Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીની શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં વિકરાળ આગ : 3 ગંભીર રીતે દાઝયા.

Share

આજરોજ બપોરના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ શ્યામ એન્ટર પ્રાઇઝમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. જેમાં 3 જેટલાં કામદારો ગંભીર રીતે દાઝયા હતા જેઓને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા તેઓ 3 જેટલાં ફાયર ફાઇટરો લઇ આવી આગને કાબુમાં લીધી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું ઘણું મોટુ હબ છે જેમાં કેટલીકવાર કેમિકલમાં આગ લાગી જતી હોય છે ત્યારે તેવી જ ઘટના સામે આવી હતી. આજરોજ લગભગ 12 વાગ્યાના અરસામાં કંપનીના એક વિભાગમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેથી વિભાગમાં જીવ બચાવા માટે લોકો દોડધામ કરી રહ્યા હતા. જેમાં આગ બેકાબુ બની જતા 3 જેટલાં કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા ફાયર ફાઇટરો પોતાના વાહનો સાથે કંપની પાસે આવી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. હાલ આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયું નથી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચનાં માર્ગ પર સ્ટંટ કરતાં બાઈક સવારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા અને સુરતના માંડવી-બલાલતીર્થ,કાકરાપારમાં વહીવટી તંત્ર ની આંખો મા ધૂળ નાખી માફિયા મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે

ProudOfGujarat

સરેરાશ ત્રણ ડીગ્રીનાં ધોરણે ભરૂચ જિલ્લામાં વધતું તાપમાન.. અત્યારથી જ સડક પરનો ડામર પીગળવાની શરૂઆત : આગે ક્યા હોગા ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!