Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા દ્વારકામાં ધ્વજા આરોહણમાં ઉપસ્થિત રહેવાં સુરત, ભરૂચ, અંકલેશ્વરથી કારચાલકો રવાના થયા.

Share

જગત મંદિર દ્વારકા ખાતે યોજાનાર ધ્વજા આરોહનમાં સાક્ષી થવા સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના લગભગ 400 થી વધુ કાર ચાલકો દ્વારકા જવા રવાના થયા હતાં.

તારીખ 24 ના રોજ જગત મંદિર દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા જગતમંદિર ખાતે ધ્વજાઆરોહણનો કાર્યક્રમ રાખેલ છે જેમા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે સુરત, ભરૂચ અને અંકલેશ્વર સહિતથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો દ્વારકા જવા રવાના થયા હતા જેમાં સુરત, અંકલેશ્વર, ભરૂચ સહિત 400 થી વધુ કારો આજે ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ વાલિયા ચોકડીથી સનાતન ધર્મના ગાદીપતી સોમદાસ બાપુ દ્વારા કાર ચાલકોને લીલીઝંડી બતાવી કાર ચાલકોને પ્રસ્થાન કર્યા હતા જે દ્વારકા જવા રવાના થયા હતા.

દ્વારકામાં તા. 24 મી એ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ છે. આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે જેમનું પણ સન્માન થનાર હોય આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી આહિર સમાજના લોકો ઉપસ્થિત રહેનાર હોય આવતીકાલે સમગ્ર જગત મંદિર જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠશે.

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતભરમાંથી લગભગ 5 થી 6 હજાર કારચાલકો દ્વારકા પહોંચશે એમ જાણવા મળેલ છે એમ કહી શકાય કે સમસ્ત આહીર સમાજ દ્વારા ખૂબ મોટા અને મહત્વના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે સિનિયર સિવિલ કોર્ટનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat

હોસ્પિટલ કે પશુઘર – જંબુસરની સરકારી રેફરલ હોસ્પિટલમાં બિન્દાસ ફરતા શ્વાન, અગાઉ બકરીઓ લટાર મારતી જોવા મળી હતી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!