Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ સર્મથનમાં આજે ડીવાયએસપી કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.

Share

બાહોશ ગુજરાત પોલીસ દળ દિવસરાત ખડેપગે રહીને જનતાની સુરક્ષા અને સલામતી કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ જવાન હંમેશા ડ્યુટી ઉપર રહીને જનસેવા કરે છે ત્યારે પોલીસ દળનાં વર્ષો જુના પડતર નિમ્ન દર્શાવેલ પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારમાં રજુઆત કરવા આમ આદમી પાર્ટી લીંબડીના હોદ્દેદારો અને કાર્યકરો આગળ આવ્યા છે.

ત્યારે પોલીસ કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને ધ્યાને રાખીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પોલીસ સમર્થનમાં આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને પોલીસ સમર્થનમા અપિલ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટી હંમેશા પોલીસ સર્મથનમા સાથે રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ જાદવ જીલ્લા મહામંત્રી રમેશભાઈ મેર, પ્રવક્તા ડીડી ઝાલા, સંગઠન મંત્રી ભુપતભાઈ ઝાલા, જીલ્લા સંગઠનમંત્રી કલ્પેશ વાઢેર, શહેર પ્રમુખ ડીયુ પરમાર, તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

નર્મદા વન વિભાગ વર્ગ 4 નાં 300 કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત !

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB…

ProudOfGujarat

નડિયાદના પીપલગ ગામની સીમમાં મહી કેનાલનું પાણી ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!