Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં દિવાકર શુક્લનો હાસ્ય કાર્યક્રમ યોજાયો.

Share

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ વિભાગ દ્વારા કોરોનાની મહામારી બાદ વિદ્યાર્થીઓની મનોવ્યથા અને મનોદશાને કંઈક અંશે ઓળખીને ગોધરાના હાસ્ય કલાકાર દિવાકર શુક્લએ વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ અને ત્યારબાદ હળવી શૈલીના જોરદાર જોક્સ કહી ઉપસ્થિત સૌ ઉપરાંત વિદ્યાર્થીઓને ખૂબ હસાવ્યા હતા.

માત્ર ગોધરાનું જ નહીં પરંતુ સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ એવા હાસ્ય રત્ન ગોધરાના કલાકાર દિવાકર શુક્લે એક એકથી ચડિયાતા પ્રેરણા આપતા દ્રષ્ટાંતો સાથે પ્રારંભમાં ખુબ સરસ પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું ત્યારબાદ તેમણે એક બાદ એક જોરદાર જોક્સ, શાયરી અને મિમિક્રી કરી ઉપસ્થિત સૌ કોઈને ખુશખુશાલ કરી દીધા હતા. કાર્યક્રમના પ્રારંભમાં કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ પ્રોફેસર અરૂણસિંહ સોલંકીએ દિવાકર શુક્રલનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી જોરદાર સ્વાગત કર્યું હતું. સાથે સાથે એન એસ એસ ના લીડર ભાઈ-બહેનો દ્વારા પણ દિવાકર શુક્રલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું .સમગ્ર કાર્યક્રમની આભારવિધિ પ્રોફેસર અજિત સિંહ ચૌહાણે કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ખાનગી શાળાઓમાં સ્કૂલ ફી માફ કરી : ગુજરાતમાં પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર કયારે નિર્ણય કરશે..?

ProudOfGujarat

ભરૂચ : સાંસરોદ ગામમાં હૂઝૂર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

दीपिका पादुकोण की फ़िल्म “पद्मावत” देखने के लिए मुंबई में थिएटर में उमड़ी प्रशंसकों की भीड़!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!