Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સહિત અન્ય તાલુકામાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તે અંતર્ગત આ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા પ્રોહિબિશન કેસો કરવામાં આવ્યા હતા. આ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવા કોર્ટમાંથી પરવાનગી મેળવવામાં આવી હતી. ત્યારબાદ ઝઘડિયા જીઆઈડીસીમાં અવાવરૂ સ્થળ નક્કી કરી ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂ.પોણા બે કરોડથી વધુના દારૂ પર રોડ રોલરના તોતિંગ પૈડાં ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી ર‍ાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચના આમોદ નજીક ટ્રકે અડફેટે લેતા જુવાનજોધ બે પુત્રો સહિત પિતાનું મોત : ટ્રક ચાલક ફરાર

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા ‘કંતારા 2’ માં જોવા મળશે, આ અપડેટ રિષભ શેટ્ટી સાથે શેર કર્યું

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!