Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં અટલ બાગની દિવાલો પર નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકાઓ ચોંટાડવામાં આવતા રાજકારણ ગરમાયું.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે અટલ ઉદ્યાન આવેલો છે. ઉદ્યાનની દીવાલો પર પત્રિકાઓ ચોંટાડવામાં આવતા ગોધરા શહેરમાં રાજકારણ ગરમાયું છે.

પત્રીકામા લખવામા આવ્યુ છે કે ગોધરા નગર પાલિકાની એલઇડી સ્ટ્રીટ બંધ, એક કરોડ બે લાખના કામો બંધ, અંધેર વહીવટથી પ્રજાને પરેશાન, તેમજ સફાઈ કામદારોના ઈપીએફના નાણાની ઉચાપત, શહેરા ભાગોડના ૨૫ લાખના ખર્ચે બનેલ રોડ એક મહિનામાં તૂટી ગયેલ, ડેન્ગ્યુ મેલેરિયા રોકવા દવા છંટકાવ કરવામાં નિષ્ફળ, જેવાં લખાણોવાળી પત્રિકાઓ ચોંટાડવામા આવી છે. ગોધરા નગર પાલિકાના વહીવટ સામે અનેક સવાલો પણ ઉભા થયા છે.

પંચમહાલ ગોધરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દાહોદ જિલ્લામાં ૭૨ માં સ્વતંત્ર પર્વની આન બાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

कियारा आडवाणी ने आखिर बताया ही दिया की वो किससे प्यार करती हैं

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ઘટતું જતું તાપમાન ઠંડીનાં સુસવાટાની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!