Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર ખાતે નર્મદા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી નીકળી.

Share

આગામી ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં નર્મદા કોંગ્રેસ દ્વારા વિવિધ તાલુકાઓમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગરુડેશ્વર ખાતે રેલી કાઢવામાં આવી હતી તેમજ ગરુડેશ્વરખાતે સભ્ય નોંધણીના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, રણજીત તડવી સહીત કોંગી કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિક્ષણ વેપાર બંધ કરો, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો, વિકાસ ગાડો થયો છે, ઓક્સિજનનો પણ ધંધો ચાલ્યો જેવા સૂત્રોના પ્લેકાર્ડ સાથે કોંગી કાર્યકરો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જેમાં માનસીગભાઈ ડોડીયા (પ્રદેશ પ્રભારી), અરવિંદભાઈ દોરાવાલા, હરેશભાઈ વાળંદ (પ્રમુખકોગ્રેસ સમિતિ નર્મદા જિલ્લા), ભિમાભાઈ પ્રમુખ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ),રણજીતસિંહ તડવી (મહાકાળી) (ઉપર પ્રમુખ ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ), શૈલેષભાઈ તડવી (કાર્યકારી અધ્યક્ષ),
નરેશભાઈ સોલંકી,સંજયભાઈ વાળંદ,દક્ષાબેન તડવી (વિપક્ષનાનેતા) તેમજ સ્થાનિક કાર્યકરો વિનોદકુમાર તડવી, જગદીશભાઈ તડવી, અરવિંદભાઈ તડવી, ઉસ્માનગની મકરાણી, વિજય તડવી, અમરતભાઈ તડવી, તેમજ શૈલેષભાઈ ઝરવાણી) જેમાં તાલુકા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં ટામેટાની આડમાં સંતાડેલી દારૂની 570 બોટલ પકડાઈ.

ProudOfGujarat

વલસાડ નગરપાલિકાને લાગ્યું રોડ રસ્તાનું “ગર્હણ”,વલસાડ નગર પાલિકાની કામગીરીથી પીડાતી પ્રજા !

ProudOfGujarat

સુરતમાં બેરોજગાર બનેલા મહેશ યાદવે બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!