Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી દિપડો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી એક દિપડાને ઝડપી લેવાયો હતો. ગામમાં દિપડો જણાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. ત્યારબાદ દિપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામમાં દિપડાની હાજરી દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી દિપડાને ઝડપી લેવા બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં હતુ. ત્યારબાદ સ્થાનિકો તેમજ વનવિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગત રાત્રીએ દિપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગ દ્રારા ઝઘડીયાની કચેરી ખાતે દિપડાને પહોચાડાયો હતો. વનવિભાગ દ્વારા ઝડપાયેલ દિપડાને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દિપડાની ઉંમર અંદાજે ૫ વર્ષ અને તેનુ વજન અંદાજે ૪૦ કીલો જેટલું હોવાનુ જણાવાયુ હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સરદાર પટેલ સ્કૂલ ખાતે ઇકો ગ્રીન બુથ ઉભું કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી, 20 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

સરદાર સરોવર છલોછલ : નર્મદા ડેમની સપાટીમાં વધારો, મહત્તમ સપાટી નજીક પહોંચ્યું જળ સ્તર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!