Proud of Gujarat
FeaturedGujaratINDIA

મત ગણતરી સ્થળે બાળક સાથે હાજર રહી ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મચારી.

Share

ભરૂચ તાલુકાની 50 ગ્રામ પંચાયતો માટેની મતગણતરીમાં કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે મહિલા પોલીસ કર્મચારી બાળક સાથે ફરજ નિભાવતી જોવા મળી હતી. વિવિધ ગામોમાં સરપંચ, સભ્યો પદના ઉમેદવારો, સમર્થકોનો પડાવ કોલેજ બહાર ને.હા.નં.8 ઉપર જોવા મળ્યો હતો. તો બીજી તરફ મતગણતરી કેન્દ્રમાં તબક્કાવાર મતગણતરી ચાલી રહી છે ત્યા મતગણતરી કેન્દ્રમાં પોલીસ કર્મચારીઓનો સ્ટાફ સુરક્ષા-બંદોબસ્ત તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ખડેપગે જોવા મળ્યો હતો ત્યારે ખુરશી ઉપર બેસેલી મહિલા પોલીસ કર્મચારી તેની મતગણતરીની ફરજ સાથે ખોળામાં તેના બાળકને લઈ માતા તરીકેની ફરજ પણ નિભાવતી જોવા મળી હતી. સવારથી જ મતગણતરીને લઈ પોલીસ બંદોબસ્ત માટે આ મહિલા પોલીસ કર્મચારીને હાજર થઈ જવાનું હતું તેથી પોતાના બાળકની સંભાળ અને ઈલેક્શન ડ્યુટીની બેવડી જવાબદારી આ મહિલા પોલીસે નિભાવી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ ટાઉન પોલીસ ને શહેરમાં વકરેલા ટ્રાફિક ની સમસ્યા ને લઇને રસ ન હોય કોઇ કાર્યવાહી નહીં,રાજકીય ઇશારે માત્ર નગરપાલિકા સામે ના દબાણો ફરી ત્રીજીવાર તવાઇ..

ProudOfGujarat

રાજપીપળા : વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!