Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે કેમ્પ યોજાયો.

Share

રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ હતી. જેમા ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંજીવીની ક્લિનિક, ડો અજયસિંહ ઠાકોરના દવાખાને સંતોષ ચાર રસ્તા રાજપીપળા ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટર સેલના પ્રમુખ ડો. અજયસિંહ ઠાકોરે દર્દીઓને તપાસી વિનામુલ્યે બીપી તેમજ ડાયાબીટીઝનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર સેલ નર્મદા દ્વારા બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસનું ચેકઅપ ફ્રી માં કરવામાં આવ્યું હતું.

25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસને ભાજપે સુશાસન દિવસ તરીકે ઊજવ્યો હતો. આ પ્રસંગે સંજીવની ક્લિનિક પર ડોક્ટર અજય ઠાકોરના ક્લિનિક પાસે અટલ બિહારી બાજપાઈજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં ભાજપાના આગેવાનો ડોક્ટર સેલના પ્રમુખ ડો અજયસિંહ ઠાકોર, કમલેશ પટેલ, દીપકભાઈ જગતાપ, રાજેન્દ્રસિંહ પટેલ, અજિત પરીખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ શહેરમાં બંગાળી સોનીએ ધરેણાં બનાવવાનાં નામે બે લાખનો મુદ્દામાલ લઈ રફુચકકર.

ProudOfGujarat

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!