Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

Share

ભરૂચ જિલ્લામાં અનેક ઉધોગો આવેલા છે અને આ ઉધોગોમાં અવારનવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં અંકલેશ્વર જીઆઇડીસી ની અમલકેમ કંપની ખાતે ગેસ ગળતર થતા પાંચથી વધુ કામદારોને તેની અસર થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક જાણકારી મુજબ અમલકેમ કંપનીના SO2 ના સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જે બાદ કામદારોને તેની અસર પહોંચતા તમામને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે, હાલ સમગ્ર ઘટના અંગે કંપની સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકે મામલા અંગેની જાણ ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસને થતા મામલે તપાસ શરૂ કરી છે.

મહત્વની બાબત છે કે કંપનીમાં સર્જાયેલ ગેસ દુર્ઘટનાની ઘટના બાદથી કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયોરિટી ગાર્ડની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : ચોરીના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામનો કેદી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં ગટર લાઈનમાંથી જાહેરમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!