Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો યોજાયો.

Share

ભરૂચ તાલુકાના નબીપુર ખાતે પ્રાથમિક કુમારશાળા અને પ્રાથમિક કન્યાશાળા ખાતે ગિજુભાઈ બધેકા બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ 1 થી 5 ના બાળકોએ ચિત્રકામ, કાગળકામ, કોલમવર્ક, એકપાત્રો અભિનય, બાળગીતો અને અભિનય ગીત જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

ધો. 6 થી 8 ના બાળકોએ લાઈફ સ્કીમ અંતર્ગત પ્રવૃત્તિઓ જેવી કે બટન ટાંકવા, સાઈકલનું પંક્ચર બનાવવું, પુસ્તકો અને નોટબુકોના પુઠ્ઠા ચડાવવા, રંગોળીની ડિઝાઇન કરવી જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બાળકો ખુબ જ ઉત્સાહી જણાયા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે કુમારશાળાના આચાર્ય ઇલાબેન રાણા અને કન્યાશાળાના આચાર્ય કાજલબેન ઓઝા અને બંને સ્કૂલના સ્ટાફગણે બાળકોને પ્રોત્સાહિત કરવા ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળા : કેળ ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં નર્મદા જિલ્લો પ્રથમ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પીરામણના વિદ્યાર્થીઓની પ્રિ-વોકેશનલ સંદર્ભે FDDI સંસ્થાની મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!