Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આમોદ પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસનાં પી.એસ.આઇ. કે.એચ.સુથારને મળેલ બાતમીનાં આધારે જુગારની રેડ કરતાં જુગાર રમતા 4 આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ અંગેની વિગત જોતાં પી.એસ.આઇ. કે.એચ. સુથારને મળેલ બાતમી મુજબ જુગારની રેડ કરવામાં આવી હતી. ભરત મથુરભાઇ વસાવા રહે.મારૂવાસ આમોદનાં રહેણાંક વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં જુગારીઓનાં અંગજડતીનાં અને દાવ પરના રોકડા રૂ.43,800 તેમજ મોબાઈલ નંગ 3 અને મોટરસાયકલ મળી કુલ 1,61,800 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. જુગારની રેડમાં રંગે હાથ ઝડપાયેલ જુગારીઓમાં 1) દિલિપ રમેશભાઈ વસાવા 2) હિતેશ મનુભાઈ ભીખાભાઇ માછી 3) ભરત મથુરભાઇ વસાવા 4) મુકેશ મંગળભાઈ માછી તમામ રહે.આમોદ. જયારે ફરાર થઈ ગયેલ જુગારીઓમાં 1) સુનિલ રમેશભાઈ વાધેલા 2) રોહિત કનુભાઈ માછીનો સમાવેશ થાય છે. વધુ તપાસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ટીમ નર્મદા દ્વારા બદલી પામેલ જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલને SOU ટેન્ટસીટી ખાતે અપાયુ ભાવસભર ભવ્ય વિદાયમાન.

ProudOfGujarat

શ્રવણ ચોકડી પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર મહિલાને ઈજા

ProudOfGujarat

સાંસરોદ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું કરૂણ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!