Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

Share

ગુજરાતમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી લોકોમાં રોફ ઉભો કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તથ્ય કાંડ બાદ વાહનો પર સ્ટંટ કરીને રિલ્સ બનાવતા લોકોની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઉભો કરવા માટે હથિયારો લઈને વીડિયો બનાવવો સાત શખ્સોને ભારે પડ્યો છે. પોલીસે સાતેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જ અમદાવાદમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખ્સો હાથમાં ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઊભો કરી રહ્યાં હતાં. આ વીડિયોને લઈને શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સાત લોકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો બનાવનાર ક્રિષ્ણા પટણી, રાહુલ પટણી, અરૂણ પટણી, વિપુલ પટણી, જ્યંતિ ઝાલા, કપિલ પટણી અને અજય પટણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

વડોદરાની ભાયલી પોસ્ટ ઓફીસનાં બે નિવૃત્ત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ મળીને રૂ.7.99 લાખનું કર્યું કૌભાંડ.

ProudOfGujarat

ટંકારીયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડી જી વી સી એલ કચેરી ખાતે ડે. એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!