Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ગામે ટેલિફોન એકસચેન્જ કચેરી પાસે આજે સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

Share

આમોદ ગામે ટેલિફોન એક્સચેન્જ કચેરી પાસે આજરોજ સવારે એક 20-22 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકના કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના નિશાન જોવા મળી રહ્યા હતા. આ અંગેની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

આમોદ પોલીસે પ્રાથમિક તાપસ દરમ્યાન એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ કારણોસર આ યુવકની હત્યા થઈ હોવી જોઈએ.આમોદ પોલીસે જોકે હાલ તુરંત પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાયા બાદ આગળની તાપસ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી હાઇવે પર વાહનો પાછળ રીફ્લેકટર લગાવાવાની કામગીરી લીંબડી પોલીસના સહકારથી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચના લુવારાના રહીશ ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલ ગોળીબારમાં ઘાયલ.

ProudOfGujarat

વડોદરા: હરિધામ સોખડાના યોગી ડિવાઇન સોસાયટીનું નેતૃત્વ પ્રેમસ્વરૂપ સ્વામીજી કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!