Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ પરણીતાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે દુષ્પ્રેરિત કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્ય પ્રદેશની અને હાલ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અન્સાર માર્કેટ સ્થિત ચટપટા હોટલ પાછળ નઈમભાઈ ભંગારીયાના ગોડાઉનમાં રહેતી ૨૦ વર્ષીય ભારતીબેન સુનિલભાઈ સાંઈએ ગત તારીખ-૨૪મી જુલાઈના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ મામલામાં મૃતક યુવતીના પિતાએ પતિ સુનીલ ભગવાન સાંઈ દારૂનો નશો કરી મારઝૂડ સાથે પરણીતાને ત્રાસ આપી આપઘાત કરવા માટે દુષ્પ્રેરિત કરી હોવાનો ગુનો નોંધાવ્યો હતો અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદી દિલીપભાઈ સેવારામ શાખની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement


Share

Related posts

ખેડા તાલુકાના ધરોડા ગામે પતિ પત્નીના ઝઘડામાં પુત્ર એ કાકાને મારતા મોત નીપજયું.

ProudOfGujarat

સ્કૂલ ક્યારે ખોલશો? : સુરત : ખાનગી શાળાના સંચાલકોએ ધો.9 થી 12 ની શાળાઓ શરૂ કરવા સરકારને રજૂઆત કરી ચીમકી આપી.

ProudOfGujarat

ભરૂચ પૂર્વપટ્ટી ઉપર બિલ્ડરો બેફામ, પંચાયત કે તંત્રની મંજૂરી વિના ખોદકામ કરાતા વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!