Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી બાકરોલ બ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇનોવા કાર સાથે એક બુટલેગરની ધરપકડ કરતી પોલીસ, પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે

Share

ભરૂચ જિલ્લામાં નશાખોરીની દુનિયાને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ દ્વારા અનેક બુટલેગરોના વેપલા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જિલ્લામાં સતત પોલીસ કર્મીઓ દ્વારા દરોડા પાડી નશાનો વેપલો કરતા તત્વોને કાયદાના પાઠ ભણાવી તેનોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં પાનોલી પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ હતી.

પાનોલી પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સુરત તરફથી અંકલેશ્વર તરફ આવતી એક ઇનોવા કાર બાકરોલ બ્રિજ નજીક રોકી હતી જ્યાં કારમાં પોલીસે તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો તેમજ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મામલે મહેશ ભંવરલાલ પ્રજાપતિ રહે, પાલઘર મહારાષ્ટ્ર નાની ધરપકડ કરી તેની પાસેથી ઈંગ્લીસ દારૂની બોટલો તેમજ બિયરના ટીન 158 નંગ મળી કુલ ઇનોવા કાર નંબર MH 04 EQ 6682 સહિત 5,35,000 નો મુદામાલનો કબ્જો મેળવી મામલે સુરતના ધર્મેશ બલ્લર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળનાં રાટોટી ગામે પશુઓને ચરાવવા ગયેલો વૃદ્ધ ગુમ થયો.

ProudOfGujarat

માંગરોળ : લીમોદરા ગ્રામ પંચાયતના મહિલા કોમ્પ્યુટર ઓપરેટર ભ્રષ્ટાચાર આચરતા પદ પરથી દૂર કરવાની કરાઇ માંગ.

ProudOfGujarat

જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં દાંતીયાવર્ગ પ્રા.શાળા.એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!