Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર ચોરને ઝડપી પાડવામાં આવ્યો.

Share

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મળેલ સૂચના અનુસાર વધતાં જતાં ટુ વ્હીલર ચોરીનાં ગુનાઓ શોધી કાઢવાની કામગીરી કરવામાં આવતા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં આવતા પ્રતિન ચોકડી પાસે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી અનુસાર અંકલેશ્વરથી અંસાર માર્કેટ તરફ જતી કાળા કલરની એક્ટિવા રોકી તે હાંકનારની પૂછપરછ કરી હતી. કાળા કલરની ટુ વ્હીલર એક્ટિવા નંબર વગરની જણાઈ હતી જેમને હવામહેલ પાસે લઈ જઈ એક્ટિવા હાંકનારની પૂછપરછ કરતાં તેની પાસે વાહન અંગેની વિગતો શંકાસ્પદ જણાઈ હતી. જયારે વધુ પૂછપરછ કરતાં તેને એક્ટિવા ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું. આરોપીનું નામ રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પરબતસિંહ પટેલ ઉં.25 રહે.સદભાવ સોસાયટી.અંકલેશ્વર હોવાનું જણાયું હતું. પોલીસે હાલ એક્ટિવા કિં.રૂ.20000 જપ્ત કરેલ છે.

Advertisement

Share

Related posts

દેશવ્યાપી અભિયાન હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ

ProudOfGujarat

ભરૂચના દહેજ ઘોઘા રો-પેક્સના શિપને રવાના કરાવતી વેળા ટગ પાણીમાં પલટી જતા ૧ ક્રુ મેમ્બરનું મોત નીપજ્યું હોવાની આશંકા.

ProudOfGujarat

હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!