Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ

Share

અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો નશાની હાલતમાં બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માતની ઘટના સર્જી રહ્યા છે ભિલોડા નગરમાં ભર બજારમાં ઇકો કાર ચાલકે નશામાં ધૂત બની બેફામ ગતિએ ઇકો કાર હંકારી રાહદારી અને બાઈક ચાલકને અડફેટે લેતા બજારમાં નાસભાગ મચી હતી. કારમાં એક બાળક ફસાતા ઇકો ચાલકે 200 મીટર સુધી બાળકને ઢસડતા લોકો કાર પાછળ દોડી કાર ચાલકને અટકાવ્યો હતો ઈકોની અડફેટે 5 લોકો ઈજાગ્રસ્ત થતા ભિલોડા સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા લોકોએ ઇકો કાર ચાલકને મેથીપાક આપ્યો હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડામાં હાર્દસમા મેઈન બજાર વિસ્તાર માં ભિલોડા – શામળાજી ધોરીમાર્ગ પર માંતેલા સાંઢની માફક ગફલતભરી રીતે પુરપાટ ઝડપે મારૂતી ઈકો કારના ચાલકે ચાલકે ૫ રાહદારીઓને અડફેટે લેતા તેઓના શરીર પર વત્તા ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિકલ ઓફિસરે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દારૂ પીધેલા ઈકો કારના ચાલકને ધટના સ્થળે ઉપસ્થિત અનેક લોકોએ ઢોર માર માર્યો હતો. પોલીસ તાબડતોડ ધટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ઈજાગ્રસ્તોમાં : 1) અનસોયાબેન નરેશભાઈ સોલંકી આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા 2) નરેશભાઈ હરીભાઈ સોલંકી આ.ઉં.વ. ૪૧ રહેવાસી. લીલછા,તા.ભિલોડા 3) આદિત્ય પ્રભુભાઈ બરંડા આ.ઉં.વ. ૧૧ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા 4) ગીતાબેન પ્રભુભાઈ બરંડા આ.ઉં.વ. ૩૫ રહેવાસી. નવલપુર,તા.ભિલોડા 5) હિતેશભાઈ મેધાભાઈ વણજારા આ.ઉં.વ. ૧૯ રહેવાસી. મઉંટાંડા,તા.ભિલોડા


Share

Related posts

ભરૂચ વોર્ડ નંબર 5 માં ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ, પાલિકામાં અનેક રજુઆતો છતાં પરિણામ શૂન્ય

ProudOfGujarat

ગુજરાતનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ.

ProudOfGujarat

હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોની મેડિકલ તપાસણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!