Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે ભરૂચના સમશાદ અલી સૈયદની નિમણૂંક કરવામાં આવી.

Share

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના સૂત્રને સાર્થક કરવા માટે “શક્તિ પ્રોજેક્ટ” હેઠળ પ્રસંશનીય કામગીરી કરવા બદલ ભરૂચ કોંગ્રેસના યુવા આગેવાન સમશાદ અલી સૈયદની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે પસંદગી થતા નિમણૂંક કરવામાં આવી છે.

તા. 26મી ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં સમશાદ અલી સૈયદને સન્માન પત્ર (નિમણૂંક પત્ર) એનાયત કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકેની નિમણૂંક થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે સમશાદ અલી સૈયદ ઉપર વિશ્વાસ મૂકવા બદલ તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ભરૂચના પનોતા પુત્ર સાંસદ અહેમદ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાનો આભાર માની પોતાને મળેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકેની જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાની ખાતરી આપી હતી.


Share

Related posts

અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું જવાબદાર કોણ ?

ProudOfGujarat

વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ-સરકાર દ્નારા ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ રૂા. ૩૪.૬૭ કરોડનું ચૂકવણું કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!