Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કલેકટર કચેરી નજીક પુનિતનગર પાસે પાણીની મેઈન લાઈનમાં લીકેજ થવાના કારણે માર્ગને બંધ કરાયો.

Share

તા. ૮/૧૨/૧૮, ભરૂચ.

ભરૂચ કલેકટર કચેરીથી સિવિલ હોસ્પિટલ જવાના મુખ્ય માર્ગ ઉપર પુનિતનગર સોસાયટી પાસે નગરપાલિકાની મીઠા પાણીની મેઈન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ મીઠા પાણીની પાઈપલાઈન મારફતે શક્તિનાથ તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. પુનિતનગર પાસે ગતરોજ રાત્રિના 9 કલાકની આસપાસ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું. ભરૂચ નગરપાલિકાને આ બાબતની જાણ થતાં વોટર વર્કસની ટીમને દોડાવી હતી. જ્યાં તેઓએ સ્થળ ઉપર આવી જેસીબીની મદદથી ખાડો ખોદાવી તપાસ કરતા પાણીની લાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. જેના પગલે આજરોજ સવારથી જ આ માર્ગને બંને બાજુથી બંધ કરી પાઇપલાઇનના સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

ઉપરાંત, આ બાબતે ભરૂચ નગરપાલિકામાં વોટર વર્ક્સ શાખાનો સંપર્ક કરતા અધિકારીઓએ આ પાઇપલાઇન લીકેજ હોવાની કામગીરીને આજ રાત્રી સુધીમાં આટોપી લેવાની ખાતરી આપી હતી. પરંતુ પાણીની લાઈનમાં લીકેજ ઘણું મોટું હોય જેને પગલે વધુ એક દિવસ તેઓ કામગીરી લંબાવી શકે તેમ પણ લાગી રહ્યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં સગીરાને લગ્નની લાલચે ભગાડી ગર્ભવતી બનાવનાર નરાઘમને દસ વર્ષની કેદ કરાઇ

ProudOfGujarat

ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!