શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
1 ભરૂચ !
ભરૂચમાં ૨૪ અને ૨૫મી જાન્યુઆરીના રોજ શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૨માં મફત પ્લાસ્ટીક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના નામાંકિત પ્લાસ્ટિક સર્જન ડો. કેતન પરમાર એમ.એસ. એમસીએચ. (પ્લાસ્ટીક સર્જરી)તથા ભરૂચના પ્લાસ્ટીક રાર્જન અને ઈન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડૉ. ઈન્કીસાર ખાન તેમની સેવા આપશે. કેમ્પમાં જન્મજાત ખોડ જેમ કે જોડાયેલી આંગળીયો, કપાયેલાં હોટ, કાટેલું તાળવું, જનનાંગોની ખોડ, દાઝવાના નીશાન, ચહેરાના ડાપા, સહિતની જરૂરી પ્લાસ્ટીક સર્જરી કરી આપવામાં આવશે.કેમ્પમાં દર્દીની તપાસ, બેહોશ કરવા શીશી સુંધાડવી, લેબોરેટરી દવા, ઈન્જેક્શન,ઓપરેશન માટેના દોરા-ડ્રેસિંગ સહિતની તમામ સામગ્રી મફત રહેશે. જેમાં ૨૪ અને ૨૫ જાન્યુઆરી બન્ને દિવસ સવારે દર્દીની તપાસ તેમજ બપોર બાદ ઓપરેશન કરી આપવામાં આવશે. ભરૂચમાં શાલીમાર કોમ્પલેક્ષમાં આવેલાં ડૉ. એચ. એચ. ગઢવીના રીષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નામ નોંધણી માટે રીષભ હોસ્પિટલ ખાતે અથવા તો ઝાડેશ્વર રોડ પરના પ્રકૃતિ મેડિકલ સ્ટોર અને મહંમદપુરા પાસે લકી મેન્શનમાં ડૉ. મોહસીન પાલેજવાલાને સંપર્ક કરવા જણાવાયું છે.
