Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની બેન્ક સાથે ૧ કરોડની ઠગાઈ કેસમાં ૨૧ વર્ષે બે આરોપી ઝડપાયાં

Share

 

એલસબીની ટીમે વડોદરાથી બન્નેને દબોચ્યાં, રિમાન્ડની કવાયત

Advertisement

ભરૂચ.

 

વડોદરાની પપર્લ કંપનીના માલિકો તેમજ કર્મચારીઓએ બેન્કના મેનેજર સાથે મળી બેન્ક સાથે એક કરોડથી વધુની ઉચાપત કરી હતી. મામલામાં ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં મામલામાં વડોદરાના જ વિષ્ણુ પટેલ તેમજ પ્રકાશ દવેની સંડોવણી બહાર આવતાં તેમને વર્ષ ૨૦૦૫થી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. ટીમે તેમને શોધવાની કોશિષ કરતાં તેઓ ફરાર થઈ ગયાં હતાં. અરસામાં ભરૂચ એલસીબીના પીએસઆઈ વી. પી. મલ્હોત્રા તેમજ તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ૨૦૦૧માં પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલી ઠગાઈના કેસમાં વોન્ટેડ એવા વિષ્ણુ રવજી પટેલ (રહે. મંગલા ગ્રીન સોસાયટી, તરસાલી, વડોદરા) પ્રકાશ મધુસુધન દવે (રહે. અપેક્ષા પાર્ક સોાસયટી, ગોત્રી, વડોદરા)હાલમાં વડોદરા છે. જેના પગલે તેમણે ટીમ બનાવી અલગ અલગ સોર્સની મદદથી આખરે બન્નેને ૨૧ વર્ષ બાદ ઝડપી પાડ્યાં હતાં. એલસીબીએ બન્નેને એ ડિવિઝન પોલીસ મથકે સોંપતાં પોલીસે તેઓ અત્યાર સુધી ક્યાં હતાં તે સહિતની વિગતો મેળવવા તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા તેમજ રોટરી ક્લબ દ્વારા રામકુંડ સમસાન ભૂમિ ખાતે રોટરી હોલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

માંગરોળના વેલાછા ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવાનો પ્રયાસ કરાયો, સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદની તજવીજ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!