દહેજ પોલીસે મામલામાં ફરિયાદ નોંધી, કારણ હજી પણ અકબંધ
। ભરૂચ ।
ભરૂચ શહેરના શેરપુરા ગામમાં રહેતા અને મુળ બોટાદના વતની એવા અલ્તાફ ઈકબાલ ખિમાની ભરૂચ-દહેજ વચ્ચે પેસેન્જર ઈકો ચલાવે છે. તેમના ઘરની પાછળ આવેલી બીજી ગલીમાં તેમનો નાનો ભાઈ રાહિલ ઉર્ફે સલમાન તેમજ માતાપિતા અને બીજો નાનો ભાઈ અત્તાઉલ્લા રહેતાં હતાં. રાહિલ પણ દહેજ-ભરૂચ વચ્ચે પેસેન્જર ઈકો જ ચલાવે છે. તેમનો ભાઈ રાહિલ છેલ્લા ૬ દિવસથી ઘરે નહીં આવતાં તેઓએ તેના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં હતાં. જોકે, તે ફોન ઉપાડતો ન હતો.
દરમિયાનમાં ગત ૨૭મીએ તેઓ કુડચણ ગામે કામ અર્થે ગયાં હતાં. તે વેળાં તેમના ભાઈ રાહિલના મોબાઈલ પરથી અજાણ્યા શખ્સે ફોન કરી તમારો ભાઈ મુંબઈ-દિલ્હી એકસપ્રેસ દહેગામ ટોલનાકા પહેલાં ઈકો કારમાં સુતેલી હાલતમાં છે તેમ કહેતાં તેમણે તેમના નાના ભાઈ અને મિત્ર સફવાનને મોકલ્યો હતો.આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. જોકે, ત્યાં ફક્ત કાર હતી જે લોક હતી. જે બાદ રાત્રીના સમયે પરત તે જ પ્રકારે તેમને ફોન આવ્યો હતોકે, એકસપ્રેસ-વે દહેગામ દહેજ તરફથી વડોદરા તરફ જવાના રોડ પર તમારો ભાઈ છે. જેથી તેમણે ત્યાં જઈ તપાસ કરતાં તે કારમાં હાથમાં ઈજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તુરંત સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી ઘરે લાવ્યાં હતાં. તેઓએ તે જ દિવસથી ક્યાં હતો પુછતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. બાદમાં તે પરત ઘરેથી નિકળી ગયો હતો.
દરમિયાનમા બીજા દિવસે તેઓ તેમની પત્નીને દવાખાને લઈ ગયાં હતાં. તે વેળાં તેમના નાના ભાઈ અત્તાઉલ્લાએ ફોન કરી જણાવ્યું હતું કે, રાહિલ આખા શરીરે દાઝી ગયો છે તેને સિવિલમાં લાવેલા છે. જેથી તેઓએ સિવિલમાં જઈ તપાસ કરતાં અતાઉલ્લાએ જણાવ્યું હતુ કે, નવેઠા ગામે રહેતાં ગુલામ નામના શખ્સે તેના અન્ય એક સાગરિત સાથે મળી અટાલી ગામની મેહાલી સ્કૂલ પાસે રાહિલ પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઉમેર્યું હતું કે, રાહિલ ઉર્ફે સલમાનને નવેઠા ગામ તરફની કોઈ છોકરી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેથી તેને મારી નાંખવાના ઈરાદે સળગાવી દેવાનો પ્રયાસ કરાયાની શંકા તેમણે વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
