Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહિલા દિવસ પર ભરૂચ જિલ્લા જેલમાં મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ

Share

સાયકિયાટ્રિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ દ્વારા આરોગ્ય તપાસ, માનસિક અને સ્ત્રીરોગ અંગે માર્ગદર્શન
ભરૂચ:
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ભરૂચ જિલ્લા જેલ ખાતે મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના માર્ગદર્શન હેઠળ અને ભરૂચની પ્રયાસ સંસ્થાના સહયોગથી યોજાયો હતો.
કેમ્પ દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો દ્વારા મહિલા કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાયકિયાટ્રિસ્ટ ડૉ. સચી દેસાઈએ મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂહીમા શેખે સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ અંગે તપાસ અને જરૂરી સલાહ-સારવાર પૂરી પાડી હતી.  કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા વધારવાનો હતો. કેમ્પ દરમિયાન મહિલા કેદીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓ અંગે વ્યક્તિગત રીતે ચર્ચા પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પી.પી. મોકાશી, પ્રયાસ સંસ્થાની દિવ્યાબેન પરમાર તેમજ જેલ અધિક્ષક એન.પી. રાઠોડ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં તમામ મહિલા કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતે પ્રયાસ સંસ્થા તરફથી મહિલા કેદીઓને પુષ્પ અને પુસ્તકોની ભેટ આપી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

ચોરીના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ‘સી’ ડિવીઝન પોલીસ

ProudOfGujarat

મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧૯ ફોર્મ ભરાયા

ProudOfGujarat

પંચમહાલ : ૩૦ ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા દસ દિવસીય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!