Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગનાં મામલે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

Share

થોડા દિવસો અગાઉ ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતેના કોવિડ આઈ.સી.યુ વિભાગમાં આગ લાગી હતી જેમાં ૧૬ જેટલા દર્દીઓ અને ૨ હોસ્પિટલ સ્ટાફના કર્મીઓ મળી ૧૮ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જે મામલે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયાએ ભરૂચ ખાતે આવેલ પહોંચી હોસ્પિટલની મુલાકાત લઈ ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું હતું અને ઘટનામાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રાજ્યમાં વર્તમાન કોરોના મહામારી મુદ્દે ગોપાલ ઇટાલિયા કહ્યું હતું કે અમે કોઈ રાજકારણ નહિ કરીએ, માત્ર સેવા કરીશું, સરકારનો વિરોધ કરવાનો અમારી પાસે ખૂબ સમય છે, દમદાર જડબે સલાક વિરોધ કરીશું અને સરકારને ઘર ભેગી કરીશું, પણ અત્યારે અમે સરકાર ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વલસાડ ખાતે નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા યુવા સેમિનાર યોજાયો

ProudOfGujarat

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!