Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મેડીકલના દુકાનો બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના મેસેજના સિક્કાની મદદથી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” મેસેજના સિક્કાની મદદથી મતદાન કરવા જન જાગૃત્તિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ભરૂચના વિવિધ મેડીકલ સ્ટોર પર બેનરો સાથે “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના સિક્કા થકી ગ્રાહકના બીલ પર સિક્કો છાપીને અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો છે.

વધુમાં, ભરૂચ ખાતે મિશન ૨૦૨૨ અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા ભરૂચ જિલ્લામાં ભૂલતા નહી મતદાનની તારીખના સ્ટીકર તૈયાર કરી નાની દુકાનો, લારીઓ સરકારી કચેરીઓ, અનાજ કરિયાણાની દુકાનો પર લોકો વાંચી શકે તે રીતે લગાડવામાં આવ્યાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : સિવિલ રોડથી નવી વસાહત થઈ સ્ટેશન તરફ જતાં રસ્તાનું સમારકામ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી.

ProudOfGujarat

સુરત : વર્લ્ડ હાર્ટ ડે ની પૂર્વ સંધ્યાએ રન અને રાઇડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડાના કેવડી ગામે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનુ ગ્રાહક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!