Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કિશનાડ ગામમાં ઇકો ગાડીની અડફેટે એક કિશોરીનું સારવાર દરમિયાન મોત.

Share

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં અકસ્માતની ઘટના સામે આવી છે. એક ઇકો ગાડીના ચાલકે બે કિશોરીઓને અડફેટે લેતા એક કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો ગાડી નં. GJ -16-DC-3837 નો ચાલક ઉર્મીલ પટેલ રહે, સીમલીયા તા.જી. ભરૂચ નાએ પોતાની ઈકો ગાડી પૂરઝડપે અને બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી લાવી મરણ જનાર સાહેદ રોશનીને જમણ પગે તથા ડાબા પગની એડીના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તથા સાહેદ દિવ્યાને ડાબા પગે તથા ડાબા હાથે સામાન્ય ઇજાઓ પહોંચાડી મરણ જનાર રોશની નાઓનું ભરૂચ હીલીંગ ટચ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇકો ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા કોડીનાર ખાતે થયેલ બળાત્કારને વખોડતું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર મગરની નજર – વાહનચાલકોને ચેતવણી

ProudOfGujarat

સારું…મેં કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો”: દિલજીત દોસાંઝની “કુફર” માં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો ઉબર-સેક્સી લુક અમને સંપૂર્ણપણે ઉત્સાહિત કરી રહ્યો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!