Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

ભાજપના રાજકીય ઓઠા હેઠળ BPL અને આવકના દાખલાઓમાં મોટા પાયે ગેરરીતિ: સમગ્ર રાજ્યમાં તપાસની કોંગ્રેસની માગ

Share

ભરૂચ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા એક ગંભીર અને જનહિતની મુદ્દાની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.
હાલમાં નર્મદા જિલ્લામાં ખોટા આવકના દાખલાઓના આધારે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લઇ લેવાઈ રહ્યો છે, તેવી ઘટનાએ રાજ્યવ્યાપી ભ્રષ્ટાચારના પગલાં ચિંતાજનક બનાવી દીધા છે. પ્રદેશ કોંગ્રેસનું દ્રષ્ટિકોણ એ છે કે આ પ્રકારના કૌભાંડો માત્ર નર્મદા જિલ્લામાં નથી, પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજનાબદ્ધ રીતે થઈ રહ્યા છે.  BPL યાદીમાં સરકારના નિયમોને ધજાગરા કરીને ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોના સંકેત પ્રમાણે નામો ઉમેરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના નકલી લાભાર્થીઓથી સાચા અને યોગ્ય લાભાર્થીઓ વંચિત રહી ગયા છે.
📌 મુખ્ય માંગણીઓ:

1.સમગ્ર રાજ્યમાં આવકના દાખલાઓ અને BPL યાદી અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવે.
2.SIT (Special Investigation Team) ની રચના કરીને ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરવી જોઈએ.
3.રાજકીય ઓઠા હેઠળ થયેલા કૌભાંડમાં સંડોાયેલા સરકારી અધિકારીઓ અને રાજકીય પૃષ્ઠભૂમિવાળાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
સંદીપ માંગરોલાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ એક વ્યાપક કૌભાંડ છે જેમાં જનતાની ન્યાયપાત્ર યોજનાઓનો લાભ રાજ્યસત્તાના દુરુપયોગથી છીનવી લેવાયો છે. મારી માગ છે કે મુખ્યમંત્રી અને ડીજીપી તાત્કાલિક  તપાસના આદેશ આપે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યના દરેક નાગરિકના હક માટે અવાજ ઉઠાવતી રહેશે અને આવાં દુરુપયોગનો પૂરો પર્દાફાશ કરશે.

Share

Related posts

વાંકલ : માંગ૨ોળ તાલુકા કોસંબા APMC ની ચુંટણીમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાની યુવતીને વુમન એન્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન વિભાગ દ્વારા મેડલ અપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મિશન કમ્પાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલમાં ઓછા ઉત્પાદનને પગલે 20 થી 30 ટકાનો ભાવ વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!