Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર આખરે 1.48 કરોડના ખર્ચે સેફ્ટી ગ્રીલ લગાવાશે

Share

નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતના 40 જેટલાં બનાવોને લઇને કાર્યવાહી કરાઇ

નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવા માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

Advertisement

ભરૂચ

ભરૂચ જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ઓલ્ડ એન.એચ. નં. ૮ મહત્વનો માર્ગ છે. જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ પર ફેન્સીંગ ન હોવાના કારણે સમયાંતરે અનિચ્છિય ( આત્મહત્યા ) જેવી ઘટનાઓ બનતી આવી છે. જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલી રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્નારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેના પરિણામે સૂચવામાં આવેલી દરખાસ્ત માટે સરકારે ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ ( G.I.) વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવા આવનાર છે. તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્નારા જણાવાયું છે.


Share

Related posts

ઝઘડીયા : તરસાલી ગામે નર્મદામાં ડુબી ગયેલા યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ સ્થિત કે પી એસ ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સેવાલિયા પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને હરિયાણામાંથી ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી. ની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!