કહેવાય છે કે, કોઇનું સારું કરવા ઉમર કે રૂપિયાની જરૂર નથી હોતી, માત્ર તમે તે માટેની સાચી ભાવનાથી કામ કરો લોકોનું સારૂ આપો આપ થઇ જાય છે. કંઇક આવો જ મેસેજ એસી ઓફિસમાં બેસી રહેતાં વહિવટી તંત્રને મળે તેવો નાના બાળકોનો એક વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઝઘડિયા તાલુકામાં સારસા ગામના કેટલાં ટાબરિયાઓ સાયકલ લઇને સ્કૂલ – ટ્યૂશન જવા માટે નિકળ્યાં હતાં. અરસામાં રસ્તામાં પડેલાં એક મોટા ખાડામાં એક વાહન ફસાઇ જતાં બાળકોએ નિર્દોશ મને તુરંત તેમની પાસે દોડી જઇ ગાડીને બહાર કાઢી હતી. બાદમાં અન્ય કોઇ ગાડી પણ આવી રીતે ફસાઇ શકે છે અથવા તો કોઇ મોટો અકસ્માત થઇ શકે છે તેવો તેમને વિચાર થતાં બાળકોએ જાતે જ આ ખાડાને પુરવાનો નિર્ણય કરી લીધો હતો. અને બાદમાં રોડ સાઇડમાંથી પથ્થરો શોધી લાવી આ ખાડાઓ પુરી દીધાં હતાં. ત્યારે નિર્દોષ અને મનમાં લોકોહિતની ભાવના ધરાવતાં બાળકોની આ કામગીરીનો વિડીયો વાયરલ થતાં લોકોએ તેમને વધાવી લીધાં હતાં. જોકે, આ વિડીયો પરથી વહિવટી તંત્ર સબક લે અને તાકિદે માત્ર આ જ નહીં પણ જિલ્લાના તમામ રસ્તાઓની મરામત કરાવે તેવી માગ ઉઠી છે. ઉપરાંત કામ એવું કરે જે લાંબા સમય સુધી ટકે, અને જે તે કામમાં કોઇ ભ્રષ્ટાચાર ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી બની ગઇ છ.
