Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કસક ગોલ્ડનબ્રિજ ઝૂપડપટ્ટી વિસ્તારમાં શખ્સ પર પરિવારનો હુમલો

Share

ભરૂચ.
ભરૂચના કસક ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતી રતન ગણેશ વસાવા ગત 11 મી જૂલાઇએ નડિયાદ બેસણામાં ગયાં હતાં. દરમિયાનમાં રાત્રીના દશેક વાગ્યે તેમની બહેનની પુત્રીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, ગણેશમાસા સાથે પાડોશમાં રહેતાં વિશાલે ઝઘડો કરી તેમના માથામાં લાકડીનો સપાટો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેથી તેઓ તુરંત ભરૂચ આવવા માટે નિકળી ગયાં હતાં. તેઓએ ભરૂચ આવીને તેમના પતિને ઘટના અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, વિશાલ ઠાકોર પરમાર આપણા ઘરની સામે છોકરાઓ રમતાં હોઇ વિશાલ ઠાકોર પરમાર તેની માતા દમયંતી તેમજ ભાઇ પિયુષ મને અપશબ્દો ઉચ્ચારતાં મે તેમને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં તેઓએ લાકડીના સપાટા મારી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ તેમને તમે અહીંથી ચાલ્યા જઓ નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. બનાવને પગલે રતનબેને વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

સુરતના લંપટ સ્વામિનારાયણ સાધુની ગોદડી પરથી વીર્યના ડાઘ મળ્યા, હવસ સંતોષ્યા બાદ પૈસા પણ ન આપ્યા

ProudOfGujarat

ગોધરાના અટલ ઉધાન અને વાલ્મિકી બગીચાને અડીને આવેલા જર્જરીત વોક-વે નું સમારકામ હાથ ધરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!