Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

 બૌડાની બોર્ડ બેઠકમાં અંદાજે ૪૫ કરોડના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ 

Share

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા)‌ ના ચેરમેન અને કલેક્ટર, ભરૂચના અધ્યક્ષસ્થાને બોર્ડ બેઠક યોજાઈ
ભરૂચ.
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા)‌ ના ચેરમેન અને કલેક્ટર, ભરૂચના અધ્યક્ષસ્થાને તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરીને મંજુરી આપવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે પાંચ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જેમાં બૌડા વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલીકા નજીકના વિકસિત થઈ રહેલ વિસ્તાર એવા મોજે; કોસમડી ના વિસ્તારનો સુઆયોજીત વિકાસને વેગ મળે, આયોજનબધ્ધ વિકાસ થાય તે હેતુથી અંદાજીત ૧૩૦૦ હેકટરની ૧૧-મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવા માટે હદ પરામર્શ મેળવવાની કામગીરી કરવાને મંજુરી આપવામાં આવી. તેની સાથે સાથે  સરકાર દ્વારા મોજે; ઝાડેશ્વર વિસ્તારમાં મંજુર કરેલ ડ્રાફ્ટ ટી.પી. અંર્તગત નગર રચના અધિકારીશ્રીના આયોજનલક્ષી સુચનો પાઠવવા મંજુરી આપેલ છે. જેનાથી પ્રારંભિક યોજના બનાવવાની કામગીરીને વેગ મળશે તથા સદરહુ નગર રચના યોજનામાં સુચવેલ ૨૫.૫૨ હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે, સામાજીક અને આર્થિક નબળા લોકોના રહેણાંક માટેની જગ્યા, બાગ-બગીચાઓ, સામાજીક માળખાઓની સુવિધાઓ માટેની જગ્યા, રહેણાંક તથા વાણીજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રીઝર્વેશનોની જમીનો  જેવી વિવિધ સુવિધાઓ માટે જમીનો ઉપલબ્ધ થશે.
ઉપરાંત બૌડા ટી.પી.વિસ્તારમાં ટી.પી. રોડના કબજા મેળવી વિકાસની દ્રષ્ટિએ મુલ્યાંકન કરતાં પ્રાથમિકતાના ધોરણે નીચે મુજબના પાંચ ટી.પી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે અંદાજીત ૨૫ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવેલી છે. જેમાં તવરા થી હલદરવા ને જોડતો ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૬ કી.મી. નો ટી.પી. રોડ, શક્તિનાથ સર્કલ રેલ્વે ગરનાળા થી શેરપુરા-ડુંગરી રેલ્વે ક્રોસીંગ સુધી ૧૨.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૫ કી.મી.નો ટી.પી. રોડ, જંબુસર-ભરુચ રોડથી દહેજ બાયપાસને જોડતો આઝાદ ગાર્ડન પાસેથી પસાર થતો ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૩ કી.મી. નો ટી.પી. રોડ, ગણેશ નંદન સોસાયટીથી હલદરવા તરફ જતા ૧૮.૦ મીટર પહોળાઈનો અંદાજીત ૧.૨ કિ.મી લંબાઇ ધરાવતા રસ્તાની નવિનીકરણની કામગીરી તેમજ તવરા, હલદરવા, લુવારા અને વગુસણા ગામમાંથી પસાર થઇ નેશનલ હાઇવે-૪૮ ને જોડતો ૬૦.૦૦ મીટર પહોળાઈ ડી.પી. રીંગ રોડ પૈકી ટી.પી. ૧૬/એ અને ૧૬/બી તવરામાંથી પસાર થતો અંદાજીત ૨.૪ કી.મી.નો ટી.પી./ડી.પી. રોડ બનાવવામાં આવશે.
સાથે સાથે બૌડા વિસ્તારમાં સમાવિષ્ટ ભોલાવ, તવરા, કાપોદરા, કોસમડી ગામોના તળાવોના નવીનીકરણ, બ્યુટીફીકેશન, અપગ્રેડેશનની કામગીરી માટે અંદાજે ૨૦ કરોડના ખર્ચની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.  ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ (બૌડા) ને લગત નગર રચના યોજનાઓ, વિકાસ યોજના જેવી વિકાસના કામો તેમજ વિવિધ માહીતીઓ ઓનલાઈન મેળવી શકાય, તે હેતુથી બૌડાની વેબસાઈટ ડીઝાઈન કરવા બાબતે મંજુરી આપવામાં આવી હતી. નગરજનોના સુખાકારી સુવિધા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બૌડાની ૨૯ મી બોર્ડ બેઠકમાં અંદાજે કુલ ૪૫ કરોડના કામોની સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલી છે.

Share

Related posts

ભરૂચના કિશનાડ ગામમાં ઇકો ગાડીની અડફેટે એક કિશોરીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!