Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની હરિમંગલા હોટલના તત્કાલિન એકાઉન્ટ એક્ઝિક્યુટિવે હોટલના ખાતામાંથી 8.54 લાખ ચાંઉ કર્યાં

Share

ભરૂચ.
ઝાડેશ્વર વિસ્તારમાં  રહેતાં ફરિયાદી ભૌમિક ચૌહાણ છેલ્લાં 8 વર્ષથી ભરૂચની રિજેન્ટા સેન્ટ્રલ હરીમંગલા હોટલ હાલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.તેમની હોટલના એકાઉન્ટ વિભાગમાં વર્ષ 2024માં આદિત્ય સંતોષસિંહ (રહે. સ્ટાર સીટી, વાપી) એક્ઝિક્યુટિવ તરીકે નોકરીએ લાગ્યો હતો. તે 11 જૂન 2024થી ફરજ પર હતો. જોકે, તેણે ચાલુ નોકરીએ સારા પગાર માટે અન્ય કોઇ જગ્યાએ જવા માટે 27મી મેથી તે નોકરીએથી છૂટો થયો હતો. અરસામાં રિજન્ટા સેન્ટ્રલ હરીમંગલા હોટલના મેનેજમેન્ટ વિભાગ દ્વારા આંતરિક ઓડિટ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આદિત્યએ 11 જૂન 2024થી 27 મે 2025 સુધીના સમયગાળામાં હોટલના બીઓબીમાંના ખાતામાંથી તેણે અલગ અલગ ત્રણ ખાતામાં કુલ 8.54 લાખ રૂપિયાની હેરાફેરી કરી છે.
તેમણે ઉંડાણપૂર્વક તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેણે હોટલના બેન્ક એકાઉન્ટમાંથી પોતાના ખાતામાં 3 લાખ તેના ઓળખીતા આકૃતિસિંહના એકાઉન્ટમાં 2 લાખ તેમજ તેની માતાનાના બેન્ક ઓફ બરોડાના ખાતામાં 3.46 લાખ મળી કુલ 8.54 લાખની હેેરાફેરી કરી હતી. જેના પગલે હોટલના મેનેજર ભૌમિક ચૌહાણે તેમના એકાઉન્ટ વિભાગના તત્કાલિન એક્ઝીક્યુટીવ આદિત્ય સિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

Advertisement

Share

Related posts

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ-આ બેદરકારીનો કોઈ ઉપાય ખરો.? સિવિલ હોસ્પિટલના નવા બાંધકામના નિર્માણ કાર્યમાં કામ કરી રહેલા કામદારોમાં સેફટીના સાંધાનનો અભાવ, તો બેઝમેન્ટ માં ફૂટે છે ઝરણા..!!જાણો વધુ

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!