Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીએ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપરથી ઇલેક્ટ્રોનિક્સ સામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એક ઇસમને 68.47 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.

Share

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર-જી.જે.01.એચ.ટી.4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંગ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બાતમી વાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી.એલ.ઇ.ડી.,ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4629 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 15.27 લાખનો દારૂ અને 1 મોબાઈલ ફોન તેમજ 20 લાખનું કન્ટેનર,33.10 લાખનો ઇલેક્ટ્રોનિક્સ મળી કુલ 68.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને મૂળ રાજસ્થાનના દેવગઢ સાંગાવાસમાં રહેતો સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ગોપાલસિંગ રાજપૂત અને ચેતન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લામાં નવા એસપી અક્ષય રાજ મકવાણા ચાર્જ લેતા જ વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઇ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં હત્યાની આશંકા સાથે એક પરપ્રાંતિ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે ગુના સંદર્ભે પોલીસ તે મૃતક પરિણીતાના પતિની અટકાયત કરી છે.

ProudOfGujarat

સુરતમાં જુગારધામ ઝડપાયું, 7 ઇસમોની બે લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ

ProudOfGujarat

નડિયાદ જિલ્લાના વસો પંથકમાં યુવાને ઝાડ પર ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!