ભરૂચ
અંક્લેશ્વરના ભડકોદરા ખાતે આવેલાં વચનામૃત હોમ્સ ખાતે રહેતાં અલ્કેશ હરેમુરારી ગુપ્તા ડુંગરી ખાતે આવેલાં એપ્કોટેક્સ કંપનીમાં સિક્યુરિટી આસિસ્ટન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમા આવેલાં 66 કેવી પાવર સ્ટેશન પાસે મુકેલાં કેબલોમાંથી કુલ 2.24 લાખથી વધુની મત્તાના કેબલોની ચારી થઇ હતી.જે અંગે તેમને જાણ થતાં તેઓએ તપાસ કરાવતાં તેમના ઇન્સ્ટ્રુમેન્ટ મેનેજર હર્ષલ ઠાકોરે જણાવ્યું હતું કે, તેઓએ 3 સપ્ટેમ્બરે સાંજે સાડાપાંચેક વાગ્યે કેબલ યાર્ડમાં ગયાં હતાં. ત્યારે તમામ સામાન ત્યાં હતો. જે બાદ બીજા દિવસે સવારે 4 સપ્ટેમ્બરે તેમણે કંપનીએ આવ્યાં બાદ કામ અર્થે કેબલ યાર્ડમાં ગયો હતો. તેમણે તપાસ કરતાં તેમના યાર્ડમાંથી અલગ અલગ પ્રકારના વાયરોની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તેમના ચોપડાઓમાં કરેલી નોંધણીના આધાર કેબલની ગણતરી કરતાં ત્યાંથી કુલ 2.44 લાખથી વધુની મત્તાના કેબલોની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
