અંકલેશ્વર ભરૂચ જુના નેશનલ હાઇવે પર બે કિ મી વાહનો કતાર લાગી હતી. ગડખોલ બ્રિજ થી શરુ થઇ 3 કિમિ વાહનો લાઈન જોવા મળી હતી. રવિવાર ના રજાના દિવસે પણ લાઈન લાગતા વાહન ચાલકો અટવાયા હતા. તેની અસર મહાવીર ટર્નીંગ, ઉમાભવન અને પ્રતિન ચોકડી પર અસર જોવા મળી હતી.
અંકલેશ્વર માં રવિવાર ના રોજ પણ ટ્રાફિક સમસ્યા માં સપડાયો હતો. ગડખોલ બ્રિજ પર ભરૂચ થી અંકલેશ્વર આવતા માર્ગ પર ટ્રાફિક જામ લાગ્યો હતો. બ્રિજ ના ઉપર થી લઇ આર.એમ.પી.એસ સ્કૂલ સુધી લાઈન જોવા મળી હતી. 3-3 લાઈન માં કાર નો જમાવડો જોવા મળ્યો હતો. રવિવાર ના રોજ લાગેલા ટ્રાફિક જામ ની અસર આજ માર્ગ પર મહાવીર ટર્નીંગ, ઉમાભવન અને પ્રતિન ચોકડી પર અસર જોવા મળી હતી. જેને લઇ જુના નેશનલ હાઇવે નંબર 8 પર સત્તત ટ્રાફિક ભારણ થી ઝઝૂમી રહ્યો છે. ત્યારે માર્ગ વિસ્તૃતીકરણ ની ટાટી જરૂરિયાત ઉભી થઇ છે.
Advertisement
