Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાયો

Share

ભરૂચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજ રૂપે આ માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવી હતી.આ પ્રસંગે રક્તદાન માટે તબીબી ટીમો હાજર રહી જવાનોની આરોગ્ય તપાસણી કરીને સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું બન્યું છે.સમાજ સેવા સાથે પોલીસ વિભાગ હંમેશાં આગળ રહે છે તેવો સંદેશ આ રક્તદાન શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિ. વટારીયામાં કસ્ટોડિયનની નિમણૂક રદ કરી વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી કરાવવા ખેડૂત સભાસદોએ રજુઆત કરી..!!

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂની દહેશત બાદ ગુજરાતમાં તંત્ર એલર્ટ, ભરૂચમાં ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!