દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને માંડવી વીસડાલીયામાં સૌપ્રથમવાર આદિમ જૂથના કલ્યાણ માટે વિવિધ સેવાકીય કાર્યો તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના માંડવીના વિસડાલીયા ખાતે આદિમજૂથના કલ્યાણ માટે વિવિધ સેવાકીય કાર્યો તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.જે અંતર્ગત આદિમ જૂથ સેવા પર્વનો સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વિસડાલીયા ખાતે મહિલાઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મહિલાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદે તંદુરસ્ત માતા-બહેનોથી તંદુરસ્ત સમાજનું નિર્માણ શકય બનશે એમ જણાવી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ પખવાડિયા દરમિયાન માતાઓ, બહેનો, દીકરીઓએ પોતાના સ્વાસ્થ્યની અવશ્ય ચકાસણી કરાવી સ્વસ્થ નારીના સૂત્રને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો. આદિવાસીઓમાં અતિ પછાત ગણાતી
જાતિઆદિમજુથ પરિવારો વાંસ સાથે જોડાયેલા છે. તેઓનો સર્વાગી વિકાસ થાય તે માટે વાંસ વૃક્ષ ની શ્રેણી માં આવતા હોય ઘાસની શ્રેણીમાં દાખલ કરી સરકારે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે સક્રિયતા સાથે કાર્ય કરી રહી હોવાનું જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું.
માંડવીના વિસડાલીયા ફોરેસ્ટ કેમ્પસ ખાતે સાંસદના હસ્તે અતિપછાત સમાજ આદિમ જૂથ પરિવારો માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપા બહેનોને સાડી, યુવા દીકરીઓને મેડિકલ કીટ અર્પણ તથા આદિમ જૂથ પરિવારના વ્હીકલ લાયસન્સ ધારક યુવાઓને સલામતિ માટે હેલમેટ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ડો.પ્રિયંકાબેન સોલંકી, ડો.કરૂણાકર દેસાઈ સહિતના ડોકટરોએ મેડિકલ કેમ્પમાં લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી.
માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિ.સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મુખ્ય જિ. આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જિગર નાયક, રાજેશભાઈ પટેલ,, વિકાસભાઈ પટેલ,ડો. કરુણાકર દેસાઈ, ડો. પ્રિયંકા સોલંકી,નિમેષભાઈ, આશિષભાઈ, અનિલભાઈ ચૌધરી, રોહિત પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આર એફ ઓ વાઘેલા, પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર સોલંકી. માંડવી
