ભરૂચ
પૂ.મહાત્મા ગાંધીજી જન્મ જયંતી- તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશેષ ગ્રામસભા યોજાશે. જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે. ગ્રામજનોના સહયોગ વડે આગામી પાંચ વર્ષનો વિકાસ પ્લાન તૈયાર કરીને ગ્રામસભામાં જરૂરી ઠરાવ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ સરકારે સમગ્ર ગુજરાતના આદિવાસી ક્ષેત્રને વિકાસની રાહમાં જોડવા અભિયાન ઉપાડયું છે. જેમાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ ‘વિલેજ વિઝન-૨૦૩૦’ તૈયાર કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે. જેના માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર, યોજનાઓનું એનાલિસીસ, અધિકારીઓએ દર અઠવાડિયે એક કલાકની સેવાઓ, આદિવાસી ગ્રામજનોની જરૂરિયાતો મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. દર સોમવારે સવારે ૧૦ થી ૫ આદીવાસી કેન્દ્રમાં ફરિયાદ નિવારણ થશે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ભરૂચ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આદિ કર્મયોગી અભિયાન હેઠળ વિલેજ એક્શન પ્લાન બનાવવામાં આવશે, ભરૂચ જિલ્લાના દરેક આદિવાસી પરિવારને પાકું ઘર, શુદ્વ પીવાનું પાણી, વીજળીકરણ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર તક, માન સન્માન, સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન અંતર્ગત જિલ્લામાં તમામ તાલુકાના લોકોને આવરી લેવાયા છે. જેંમા ઝધડીયા તાલુકાના ૭૦, વાલીયાના ૪૮, નેત્રંગ ના ૫૮, આમોદ ૧૦, હાંસોટ ૧૦, અંકલેશ્વર ૨૨, ભરૂચ ૧૭, વાગરા ૦૩ અને જંબુસર ૦૨ ગામોનો સમાવેશ થાય છે. જ્યાં ઝઘડીયા તાલુકાના કાકલપોરગ્રામ પંચાયતમાં આદી સેવા બનાવવામાં આવ્યું છે.
