Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં પિસ્તલ-14 જીવતા કારતૂસ સાથે બુટલેગર ઝબ્બે : મુખ્ય સુત્રધાર વોન્ટેડ

Share

શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ દિવાને આપ્યાની કબુલાત
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમ દિવાળીના તહેવારને લઇને પેટ્રોલિંગમ હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કસક ખાતે રહેતો આરીફ અહેમદ ચૌહાણ સિવિલ હોસ્પિટલ તરફથી તેની મોપેડ પર ગેરકાયદે અગ્નીશસ્ત્ર લઇને જવાનો છે. જેથી ટીમે તુરંત એક્શનમાં આવી મેડિકલ કોલેજની સામે શક્તિનાથ તરફ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. અરસામાં આરીફ અહેમદચૌહાણ ત્યા આવતાં ટીમે તેને ઝડી પાડતાં તેની મોપેડની ડેકીમાં કુલ 4 હજારથી વધુની કિંમતની વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. જેને પગલે ટીમે તેની તલાસી લેતાં તેના પેન્ટના કમરના ભાગે આગળની તરફ એક પિસ્તોલ  મળી આવી હતી. તેમજ પેન્ટના જમણા ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકની થેલીમાં છુટા 14 જીવતા કારતૂસ મળી આવ્યા હતાં. ટીમે તેની પાસેથી મળેલી પિસ્તોલ અને કારતૂસ અંગે પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, દોઢ-બે મહિના પહેલાં મારવાડી ટેકરો વિસ્તારમાં રહેતાં અને કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાનશા દિવાને તેને આ પિસ્તોલ આપી હતી. તેમજ હું જ્યારે મંગાવું ત્યાર મને આપી જજે, હમણાં તારી પાસે રાખજે. ઉપરાંત કહું ત્યારે વેચી દેજે તેમ નવાબ ઉર્ફે નબુએ જણાવ્યું હોવાની તેમજ બાદમાં નવાબ ઉર્ફે નબુ પર કેસ થઇ જતાં તે હાલમાં જેલમાં હોવાથી આરીફ તેની પાસેની પિસ્તોલ લઇને ફરતો હતો હોવાની કબુલાત તેણે કરી હતી. ઘટનાને પગલે પોલીસે તેના ગુનાઓની તપાસ કરતાં તેની સામે અંકલેશ્વર અને ભરૂચમાં એમ બે કેસ થયા હોવાનું જ્યારે વોન્ટેડ નવાબ ઉર્ફેે નબ્બુ ઇમરાનશા દિવાન સામે  માલુમ પડ્યુું હતું. પોલીસે નવાબ ઉર્ફે નબ્બુને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share

Related posts

સુરેન્દ્રનગર લખતરમાં આવેલ એકમાત્ર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સેન્ટ જોસેફમાં અનાજ અને કપડાંનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળામાં ઉત્તરાયણ પૂર્વે GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તેનાત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!