Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર

Share

ભરૂચ
વિકટ પરિસ્થિતિઘરેલું હિંસાથી પીડિત અને તણાવભર્યા જીવનમાંથી પસાર થતી અનેક મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટરભરૂચ એક સુખરૂપ આશ્રયસ્થાન બની રહ્યું છે. જ્યાં દુઃખને સમજતીસહાનુભૂતિથી સાંભળતી અને જીવનમાં નવી આશા જગાવતી સેવા 24 x 7 મળે છે. વર્ષ ૨૦૧૯થી કાર્યરત આ સેન્ટર ઘરેલુ હિંસામાનસિક તણાવપોક્સો કેસમાં આવતી બાલિકાઓરેલ્વે દ્વારા ભૂલી ભટકેલી બહેનો અને અન્ય વિપત્તિમાં ફસાયેલી મહિલાઓ માટે આશાનો દીવો સાબિત થયું છે. અહીં આવનાર દરેક સ્ત્રીને પાંચ દિવસનો આશ્રયકાઉન્સેલિંગતબીબી સહાયપોલીસ સહાય અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

   આ માનવતાભર્યા કાર્યને વધુ સશક્ત બનાવવા માટે નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી છે. કંપની દ્વારા 2 કબાટ6 CCTV કેમેરામોનિટરસેન્ટરના મકાન રીનોવેશન માટે સહાયમહિલાઓના બાળકો માટે રમકડાંએર કુલરવોટર ડિસ્પેન્સર તથા રસોડાની જરૂરી તમામ વાસણ સામગ્રી (જેમ કે ડબ્બાથાળીઓવાડકાનો સેટ વગેરે) આપવામાં આવ્યુ છે.

  આ સહાયની દરેક વસ્તુ પર નેરોલેક કંપનીનો લોગો એક સંવેદનશીલ સંદેશ આપે છે – “સમાજની જવાબદારી પણ રંગોની જેમ જીવનમાં નવો ઉજાસ ભરે.આ માનવતાભર્યા પ્રયત્નમાં ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ CSR હેડ શ્રી અલ્કેશભાઈનો વિશેષ સહકાર રહ્યો છે. સખી વન સ્ટોપ આ સંસ્થા માત્ર એક સેન્ટર” નથી તે અનેક મહિલાઓ માટે જીવનની નવી શરૂઆતનો આશીર્વાદ છે. જ્યાં આંસુથી શરૂઆત થાય છેત્યાંથી સ્મિત સુધી પહોંચાડવાનો પ્રયાસ સખી વન સ્ટોપ સેન્ટર સતત કરી રહ્યું છે. ભૂલી ભટકેલી અથવા હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આ સેન્ટર સુખરૂપ છાંયો” સમાન સાબિત થયું છે.

Advertisement

Share

Related posts

મિલાન ફેશન વીકથી ટોલીવુડ ડેબ્યૂ સુધી – મૌની રોયે પોતાનું આગામી OTT વેન્ચર લોન્ચ કર્યું

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકા સંભાલી સહિત અનેક ગામોમાં ચુડવેલના જીવાતના ઉપદ્રવથી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીનો બીજો SRP જવાન કોરોનાની ઝપેટમાં આવતાં સંખ્યા 34 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!