Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેગામ-કરમાડ ગામે બકરાચોરોનો આતંક, ૭ પશુઓની ચોરી

Share

ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચ તાલુકામાં આવેલાં દહેગામ ગામે રહેતાં સલીમ અહમદ પટેલે પોલીસ ફરિયાદ આપી હતી કે, ગત ૧૮મી નવેમ્બરના રોજ સવારના ચારેક વાગ્યાના અરસામાં ઉઠીને તેમની ભેંસોનો દોહ્યા બાદ ઘરમાં ગયાં હતાં. તે વેળાં તેમની બકરીઓ ત્યા બાંધેલી હતી. જે બાદ તેઓ પાંચેક વાગ્યે તેઓ નમાઝ પઢવા માટે મસ્જીદે જવા માટે નિકળ્યાં તે વેળાં તેમની બકરી નહીં દેખાતાં તેમણે આસપાસમાં તપાસ કરી હતી. જોકે, તેમને તેમની બકરી મળી ન હતી. જોકે, નજીકના કરમાડ ગામે પણ બકરીઓની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે ત્યાં તપાસ કરતાં મહેશ ભીખા વસાવાએ તેમને જણાવ્યું હતું કે, તેમણે સવારે પોણા છ વાગ્યે ઘરમાંથી બકરીઓ તેમજ એક ઘેંટાને બહાર કાઢી ઘરની સામે ખુલ્લામાં બાંધી હતી. જે થોડા જ સમયમાં કોઈ ચોરી કરી ગયું હતું, જેથી તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે તેમના પર પાસેથી તેમની બે બકરી તેમજ બે બચ્ચા તેમજ મહેશ ભીખાભાઈ વસાવાના ઘર પાસેથી બે બકરી અને એક પેંટુ મળી કુલ ૭ જેટલાં પશુઓની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

યુદ્ધના ભણકારા વચ્ચે વહિવટી તંત્રની મોકડ્રિલ : એર સ્ટ્રાઈક, બ્લાસ્ટમાં ઘવાયેલા-મૃતકોને તુરંત હોસ્પિટલમાં ખસેડાયાં

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!