Proud of Gujarat
FeaturedGujarat

કરજણ-લાકોદ્રા રેલવે સ્ટેશન વચ્ચે દુરન્તો ટ્રેઈન ની ટકકરે રેલવે કિમેન નું કરુણ મોત…

Share

પાલેજ તા.03-05-2019
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

કરજણ થી લાકોદ્રા વચ્ચે રેલવે ટ્રેકનું કામ ચાલતું હોય અહીં થી પસાર થઈ રહેલી દુરન્તો ટ્રેનની ટકકરે અહીં કામ ઉપરનાં કિમેનનું કરૂણ મોત નિપજતા રેલવે કર્મચારી વર્ગ માં ભારે આઘાત પ્રસરી જવા પામ્યો હતો.કરજણ-લાકોદ્રા રેલવે સ્ટેશન ૩૧૭/૧૫ કિલોમીટર વચ્ચે સોમવારે બપોરે ૧૨ વાગ્યાં નાં અરસા માં દિલ્હી થી મુંબઈ તરફ પસાર થઈ રહેલી દૂરનતો એક્સપ્રેસ ટ્રેન ની પાછળ થી રેલવે માં ફરજ ઉપર નાં કિંમેંન રામસંગ છીતાભાઈ ગોહિલ ને પાછળ થી ટક્કર વાગતાં તેઓ ને માંથા નાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. દુરનતો ટ્રેન થોભી હતી અને ઇજાગ્રસ્ત કીમેંન ને સારવાર અર્થે ટ્રેન માં મૂકી પાલેજ લઈ આવી હતી.અહીં ૧૦૮ ની મદદ લઇ ઇજાગ્રસ્ત કર્મી ને તાત્કાલિક પાલેજ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ હતાં જ્યાં કીમેંન નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેઓ નજીક નાં દેથાણ ગામ નાં મૂળ વતની હતાં.રેલવે પોલીસ હેડ કો.જેન્તીભાઈ બલુભાઈ કરજણ નાંઓએ કાયદેસર કાગળો કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

ProudOfGujarat

દ્વારકા : સલાયામાં જુના મનદુઃખ બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, 6 ઘવાયા

ProudOfGujarat

ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મિલેટ્સ અવેરનેસના થીમ ઉપર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!