Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સતત ચોથીવાર ગફુરભાઈ મુલતાની ઉપ સરપંચ પદે બિનહરીફ વિજેતા બન્યા.

Share

માંગરોળ તાલુકાની ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સતત ચોથીવાર ગફૂરભાઈ બક્ષુભાઈ મુલતાની ઉપ સરપંચ પદે બિન હરીફ વિજેતા થયા છે. ઝંખવાવ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે સતત ચોથીવાર વિજેતા બનેલા સંગીતાબેન ઉમેદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઉપ સરપંચની ચૂંટણી માટે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ઉપ સરપંચ પદ માટે ગફૂરભાઈ બક્ષુભાઈ મુલતાની એ ઉમેદવારી નોંધાવી હતી જેની સામે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નહીં નોંધાવી તમામ સભ્યોએ સમર્થન જાહેર કરતા તેઓ ઉપ સરપંચ પદે બિન હરીફ વિજેતા બન્યા હતા.

આ પ્રસંગે વિજેતા પેનલના કન્વીનર અને પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગામમાં એકતા શાંતિ સંપ સહકારથી ગામને વિકાસના પંથે આગળ વધારવાની શાસકો વતી ખાતરી આપી હતી સરપંચ સંગીતાબેન અને ઉપસરપંચ ગફુરભાઈ મુલતાનીને ગ્રામજનો આગેવાનો એ સતત ચોથીવાર ઝંખવાવ ગ્રામ પંચાયતનું સુકાન સંભાળવા બદલ હાર તોરા કરી અભિનંદન આપ્યા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વોરા ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો,દિપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાને તોડા ઉમટી પડ્યા.

ProudOfGujarat

આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : લ્યો બોલો, જંબુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કંપાઉન્ડમાં જ ચાલતો હતો વિદેશી દારૂનો વેપલો, આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ઝડપ્યો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!