Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસ પ્રભારી ઓની ઉપસ્થિતિમાં તારીખ 11 ના બપોરે 3:30 કલાકે કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માંગરોળ તાલુકા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસના આગેવાનો કમર કસી રહ્યા છે, કાર્યકર્તાઓને સભ્ય નોંધણી ઝુંબેશ તેમજ મહા જનસંપર્ક અભિયાનના માધ્યમથી મતદારો સુધી પહોંચવા આયોજન કરાઇ રહ્યું છે જેના ભાગરૂપે ઝંખવાવ વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસના પ્રભારી યુનુસભાઇ પટેલ તેમજ બાબુભાઈ રાયકાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિટિંગમાં બંને આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી મહામંત્રી પ્રકાશભાઈ ગામીત વગેરે સંગઠનના આગેવાનો દ્વારા ઉપરોક્ત મિટિંગમાં પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાલોદ ખાતે પૂરગ્રસ્તોની મુલાકાત લીધી

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર બે રીક્ષા ભરીને આવેલા તસ્કરો કપડાંની દુકાનમાં ચોરી કરી ફરાર થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!