Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી ભોજન સમારંભ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

Share

માંગરોળ તાલુકાની મહુવેજ ઉચ્ચત્તર પ્રાથમિક શાળામાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવિનકુમાર દિલીપભાઈ પરમાર, અક્ષયભાઈ પરમાર, તથા મયુરભાઇ પરમાર તરફથી શાળાના બાળકો માટે તેમજ સ્ટાફ માટે સામૂહિક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ તેઓના તરફથી બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. યુવા કાર્યકર ભાવિન કુમારે બાળકોને પોતે આ શાળામાં ભણેલ હોય બાળપણની વાતો કહી હતી. આભારવિધિ હરેન્દ્ર સિંહ રાઠોડે કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન મનીષાબેન પરમારે કરેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતાં પોલીસનો પગ કપાયો.

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, પાંચને ઇજા.

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે પાંચ વર્ષ જૂના ખોટા એટ્રોસિટી કેસની ડી.વાય.એસ.પી દ્વારા સ્થળ તપાસ કરાવવાની ગ્રામજનોએ કરી માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!