Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

Share

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

રાજપીપળા વીજ કંપની નો વાહીવટ થી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે રાજપીપળા પંથક માં મોડિ સાંજે પવન સાથે વરસાદ શરૂ થતાંજ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો

રાજપીપળા ના મુખ્યમાર્ગ સહિત અનેક વિસ્તારો માં વીજપુરવઠો ખોરવાઈ જતા લોકો રોષે ભરાયા હતા ત્યારબાદ અડધા કલાક ના સમય બાદ કેટલાક વિસ્તારો માં વીજ પુરવઠો શરૂ થયો હતો અને અન્ય ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહ્યો હતો ત્યારે વીજ કંપની ની કામગીરી સામે આનેક સવાલો ઉભા થઇ રહ્યા છે

ત્યારબાદ રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ સામે આવેલ વીજ કંપની ના કમ્પ્લેન સેન્ટર માં ફોન લગાવતા બે વાર ફોન રિસીવ કર્યો ન હતો અને બાદ માં રિવિવ કરતા ટાઉન ફિડર માં ફોલ્ટ હોવાનું માલુમ પડ્યું

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ના કારણે નર્મદા જિલ્લા નું નામ વિશ્વ ફલક ઉપર અંકિત થયું છે ત્યારે વીજળી જેવી પાયાની સુવિધા આપવામાં વીજ કંપની ના હવાતિયાં જોવા મળી રહ્યા છે એ દુઃખદ બાબત કહી શકાય


Share

Related posts

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની એ આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

ઝઘડિયાના પડવાણીયા ગામે રૂ. ૫૦૦ ની લેવડદેવડના ઝઘડામાં ભાઇએ ભાઇ ભાભીને માર માર્યો.

ProudOfGujarat

ભરૂચના દયાદરા ગામ પાસે ટ્રક અને ગુડ્સ ટ્રેન વચ્ચે અકસ્માત, ગ્રામજનો ભયના માહોલ વચ્ચે રાત્રીના સમયે દોડી આવ્યા, ફાટક મેન નશામાં ટલ્લી હોવાના આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!